મુંબઈઃ કેન્દ્રીય રમત ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે દેશમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે અનોખી રીત અપનાવી છે. રાઠોડે કસરત કરતો તેનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
3/5
વીડિયોમાં રાઠોડ મોદીના ઉર્જાથી પ્રભાવિત હોવાની વાત કરે છે. તેઓ કહે છે કે પીએમ મોદી રાત-દિવસ કામ કરે છે અને સમગ્ર ભારત ફિટ હોય તેમ ઈચ્છે છે. તેઓ કામમાં વ્યાયામ સામેલ કરવાની વાત કરીને લોકોને તેમના ફિટનેસ મંત્ર શેર કરવા કહે છે.
4/5
રાઠેડ ઓફિસમાં જ પુશ અપ્સ કરતો જોવા મળે છે. રાઠોડે આ વીડિયોના માધ્યમથી લોકોને ફિટનેસ પ્રત્યે જાગ્રુત કરવા માટે ‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ’નું સ્લોગન પણ આપ્યું છે.
5/5
જેમાં તેમણે ફિલ્મસ્ટાર રિતિક રોશન, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલને ચેલેન્જ કરીને આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી છે. રાઠોડન આ પહેલની ઘણી પ્રશંસા થઈ રહી છે.