શોધખોળ કરો
‘થોડા મહિનાની મહેમાન છે મોદી સરકાર’, જાણો ડીઝલના વધતાં ભાવ પર કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું આમ
1/4

સરકાર કહી રહી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ અમે નથી નક્કી કરતા, માર્કેટ નક્કી કરે છે. હવે સરકાર આ દલીલ કરી રહી છે અને સત્ય જણાવતી નથી કે પેટ્રોલ અને ડીઝલ પર લાગતાં ટેક્સથી કમાણી થઈ રહી છે. ડીઝલની કિંમત તો 41 રૂપિયા છે પરંતુ સરકારી ઓઈલ કંપનીઓ ટેક્સ લગાવીને 70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી રહી છે.
2/4

સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘રેકોર્ડ સ્તર પર ડીઝલની કિંમત, પેટ્રોલ પણ આંબી રહ્યું છે આસમાને. દિલ્હીમાં ડીઝલની કિંમત 69.51 રૂપિયા તથા પેટ્રોલ 77.96 રૂપિયા અન્ય શહેરોમાં ડીઝલ 72 રૂપિયા પાર. મોંઘવારીનો માર ચાલુ જ છે. આમ જનતાના બજેટ પર દરરોજ પ્રહાર, ચૂંટણી વચનોની ભરમાર ચાલુ જ છે, થોડા મહિનાની મહેમાન છે મોદી સરકાર !’
Published at : 27 Aug 2018 04:29 PM (IST)
View More




















