શોધખોળ કરો
માત્ર દેવામાફીથી ખેડૂતોનું ભલું નહીં થાય, આ એક ચૂંટણી સ્ટંટ: PM મોદી
1/3

તેઓએ કહ્યું, અમારી સરકારે 22 પાકોમાં એમએસપી વધારી છે. ખેડૂતોને મજબૂત બનાવવા પડશે. પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવે ઉત્પાદન વધી રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગ અને વેલ્યૂ એડિશન પર કામ કરી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગ પર કામ ચાલી રહ્યું છે. અમે ખેડૂતોને અન્નદાતા સિવાય ઉર્જાદાતા પણ બનાવવામાં માંગીએ છે.
2/3

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે એક ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં પીએમ મોદીએ ખેડૂતો દેવામાફીના મુદ્દા પર કહ્યું કે માત્ર દેવામાફી કરવાથી ખેડૂતોનું ભલું નહીં થાય. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જૂઠ ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધી ખેડૂતોને લૉલીપોપ આપી રહ્યા છે.
Published at : 01 Jan 2019 08:22 PM (IST)
View More




















