તેમને કહ્યું કે, સંકટની આ ઘડીમાં રાજ્ય સરકાર પીડિત પરિવાર અને અન્ય પ્રભાવિત લોકોની સાથે છે અને તેમને સંભવ દરેક મદદ કરવામાં આવશે. રાહત કાર્યમાં કોઇપણ પ્રકારની શિથિલતા રાખવામાં નહીં આવે.
2/5
મુખ્યમંત્રી આદિત્યનાથે આંધી-વાવાઝોડા અને વીજળી પડવાથી થયેલા મોત પર દુઃખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજોન પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. તેમને સંબંધિત જિલ્લાઓમાં જિલ્લાધિકારીઓને પ્રભાવિત લોકો સુધી રાહત પહોંચાડવા નિર્દેશ આપ્યો છે.
3/5
મૃતકોમાં જૌનપુર અને સુલ્તાનપુરમાં પાંચ-પાંચ, ચન્દૌલી અને બહરાઇચમાં ત્રણ-ત્રણ, મિર્ઝાપુર, સીતાપુર, અમેઠી અને પ્રતાપગઢમાં એક-એક, ઉન્નાવમાં ચાર અને રાયબરેલીમાં બે લોકોના મોત થયાના સમચાર છે. આ પ્રકારે કન્નૌજમાં ત્રણ અને ચન્દૌલીમાં એક પશુ મૃત્યુ પામ્યા છે.
4/5
સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે, શુક્રવારે આંધી-વાવાઝોડા અને વીજળી પડવાથી રાજ્યના 11 પ્રભાવિત જિલ્લાઓમાં 26 લોકો અને ચાર પશુઓના મોત થયા છે.
5/5
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં કુદરતે કેર વર્તાવ્યો છે. રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં આવેલી આંધી, વાવાઝોડા અને આકાશમાંથી વીજળી પડવાથી 26 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. મુખ્યમંત્રી આદિત્યનાથે લોકો મોત પર દુઃખ વ્યક્ત કરતાં તેમના પરિવાર જનો માટે સંવેદના વ્યક્ત કરી છે.