તમને જણાવીએ કે, માલિની લક્ષ્મણ સિંહ ગૌડ ઇન્દોરની મેયર છે સાથે જ તે ધારાસભ્ય પણ છે. તે પોતાના પરિવારની આ જ પરંપરાગત સીટથી ફરી એક વખત ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં છે.
2/4
વિતેલા દિવસોમાં સિદ્ધૂએ મેયર પર આરોપ લગાવ્યો હતો કે, શહેરમાં વિકાસ કાર્યો માટે લોકોના ઘરને જબરદસ્તીથી તોડવામાં આવ્યા. તેણે કહ્યું હતું, ‘તાલી ઠોકો અને તેની સાથે મેયર (ગૌડ) કો ભી***........ મેયર સાહિબા...લોકતંત્ર અભિમાન સહન નહીં કરે. તમે લોકોના ઘર ઉજાડ્યા છે અને તેમનું (તોડવામાં આવેલ) ઘરનું વળતર પણ નથી આપ્યું. તમે તેની રોજી રોટી છીનવી છે.
3/4
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા મીનાક્ષી લેખીએ અભદ્ર નિવેદનબાજીને લઈને પૂર્વ ક્રિકેટર વિરૂદ્ધ વિરોધ વ્યક્ત કરતાં તેને ‘બેવકૂફ’ કહ્યા છે. તેણે કહ્યું, ‘હું સિદ્ધૂ બેવકૂફ એટલા માટે કહી રહી છું, કારણ કે તેની હરકત સમજદાર વ્યક્તિઓ જેવી નથી. ‘ઠોકો તાલી’ કહેવું કોઈ લાફ્ટર ચેલેન્જની ભાષા તો હોઈ શકે છે. પરંતુ રાજનીતિક મંચનું પોતાનું સન્માન હોય છે.
4/4
ઇન્દોરઃ ભાજપે કોંગ્રેસના નેતા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂને ઈન્દોરની મેયર વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપવા પર માફી માગવાની માગ કરી છે. સિદ્ધૂના વિવાદસ્પદ નિવેદન વિરૂદ્ધ મહિલા કાર્યકર્તાઓને ઇન્દોરમાં ઐતિહાસિક રાજબાડા મહલની સામે મૌન ધરણા પર બેઠા છે.