મુંબઈ: સોશિયલ મીડિયા પર કિકિ ચેલેન્જનો ક્રેઝ ચાલી રહ્યો છે. આ ચેલેન્જમાં લોકો ચાલુ કારમાંથી ઉતરીને રસ્તા પર ડાન્સ કરવા લાગે છે. જ્યારે કારમાં બેસેલી અન્ય વ્યક્તિ તેનો વીડિયો ઉતારે છે. આ ચેલેન્જના ચક્કરમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ ખબરો સામે આવી છે.
2/4
મુંબઈના વિરારમાં 3 મિત્રોએ મુંબઈ મેટ્રોની બહાર કિકિ ચેલેન્જનો વીડિયો બનાવ્યો અને પોતાના પેજ પર શેર કર્યો. આ વીડિયોમાં 3 મિત્રોમાંથી એક ચાલુ ટ્રેનમાં બહાર નીકળીને ડાન્સ કરે છે અને બાકીના બે તેનો વીડિયો ઉતારી રહ્યા છે.
3/4
ત્યારબાદ આ ત્રણેય યુવકોની ધરપકડ કરવામાં આવી છે. વસઈ રેલવે કોર્ટ દ્વારા તેમને જે સજા સંભળાવવામાં આવી તે ખરેખર યુનીક છે. તેમને અઠવાડિયામાં 3 દિવસ વસઈ રેલવે સ્ટેશનની સફાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય તેમને સવારે 11થી 2 અને 3થી પાંચ દરમિયાન સ્ટેશન પર આવીને લોકોને આ પ્રકારના સ્ટંટ્સથી દૂર રહેવાની અપીલ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
4/4
આ ખતરનાક ક્રેઝને ગંભીરતાથી લઈને અનેક રાજ્યોની પોલીસે નોટિસ આપી હતી કે, આ પ્રકારના ચેલેન્જ કરતા જે પણ પકડાશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.