શોધખોળ કરો
ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો મુંબઇથી ગુજરાત આવતી-જતી કઇ ટ્રેનો થઇ રદ્દ ને કઇ પડી મોડી
1/6

ટ્રેક પર પાણી ભરાવવાના કારણે 22473 બિકાનેર બાંદ્રા ટ્રેન 2 ક્લાક 24 મિનીટ મોડી છે, 12980 જયપુર બાંદ્રા ટ્રેન 1 ક્લાક 18 મિનીટ મોડી છે, 12926 પશ્ચિમ એક્ષપ્રેસ ટ્રેન 1 ક્લાક 31 મિનિટ મોડી છે, 11104 ઝાંસી એક્ષપ્રેસ ટ્રેન 3 ક્લાક 10 મિનિટ મોડી છે, 22954 ગુજરાત એક્ષપ્રેસ ટ્રેન 1 ક્લાક 2 મિનિટ મોડી પડી છે.
2/6

મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. છેલ્લા 21 કલાકમાં 12 ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મુંબઇમાં રસ્તાઓ, રેલવેના પાટા પર પાણી ભરાઇ ગયા છે અને જેના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. મુંબઇથી ગુજરાત આવતી-જતી ચાર ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે અનેક ટ્રેનોના રૂટ બદલાય અને કેટલીક લેટ છે. અહીં તેનું અપડેટ આપવામાં આવ્યું છે.
Published at : 10 Jul 2018 12:27 PM (IST)
View More





















