ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર વચ્ચે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે શારદા ચિટફંડ ગોટાળામાં આરોપી પોલીસ કમિશ્નર રાજીવ કુમાર સાથે પુછપરછ કરવા પહોંચેલી સીબીઆઇની ટીમને પકડી લેવામાં આવી. જોકે બાદમાં આ અધિકારીઓને છોડી દેવામાં આવ્યા. સીબીઆઇની કાર્યવાહી બાદ મમતા બેનર્જીને અનશનને વિપક્ષનું જોરદાર સમર્થન મળી રહ્યું છે.
2/6
કથિત રીતે ત્રણ હજાર કરતોડનો આ ગોટાળો એપ્રિલ 2013માં સામે આવ્યો હતો. આરોપ છે કે શારદા ગૃપની કંપનીઓએ ખોટી રીતે રોકાણકારો પાસેથી પૈસા એકઠા કર્યા હતા અને તેમને પરત ન હતાં આપ્યા. ગોટાળાના ખુલાસા બાદ જ્યારે લોકોએ પૈસા માંગવાનું શરુ થયુ ત્યારે કેટલાક એજન્ટોએ તો જીવ પણ આપી દીધો હતો. આ ગોટાળાને લઇને પશ્ચિમ બંગાળની સરકાર પર સવાલ ઉઠ્યા હતા.
3/6
4/6
શારદા ગૃપ દ્વારા 10 લાખથી વધુ રોકાણકારોને છેતરવાનું અનુમાન છે. આ ગોટાળાથી 3,000 કરોડ રૂપિયાથી વધુનું નુકશાન થવાની સંભાવના છે. એપ્રિલમાં બાલાસોર અને ઓડિશામાં સેંકડો રોકાણકારોએ ગૃપ પર આરોપ લગાવ્યો હતો કે તેમને વધુ લાભ આપવાનો વાયદો કરીને પૈસા ઉઘરાવ્યા હતા, જે પુરો નથી કરવામાં આવ્યો. ત્યારબાદ ઓડિશામાં આ મામલે તપાસ શરૂ થઇ હતી.
5/6
સીએમ નિતિશ કુમારે કહ્યું કે, ચૂંટણીનો સમય શરૂ થયો છે, કંઇપણ થઇ શકે છે. મમતાનું નામ લીધા વિના કહ્યું કે કોઇને દેશની નથી પડી, માત્ર વૉટોની જ ચિંતા છે.
6/6
પટનાઃ પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ વિવાદ વાળો મામલો ગરમાયો છે. સીએમ મમતા બેનર્જી ઘરણાં પર બેસી છે. આને લઇને મમતા બેનર્જી વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર બદલાની ભાવનાથી કામ કરવાનો આરોપ લગાવી રહી છે. આ ઘરણાંને લઇને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે મમતા પર નિશાન સાધ્યુ છે.