ગોયલે કહ્યું કે, અઢીયાએ કેબિનેટ સેક્રેટરીને અરજી કરી ભેટમાં મળેલી આ વસ્તુઓ વિદેશ મંત્રાલય હસ્તગત તોશાખાનામાં જમા કરશે તે અંગે પૃચ્છા કરવાનું કહ્યું હતું. નાણા મંત્રીએ કહ્યું કે ભેટમાં મળેલી તમામ વસ્તુઓ અધિકારીએ નિયમ મુજબ જ્યારે સ્વીકારી જ નથી અને તમામ ભેટ તોશાખાનામાં જમા કરાવી છે તો તે અંગે તપાસની કોઈ જરૂર જ નથી.
2/4
નાણાં પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે, 4 નવેમ્બર, 2016નાં રોજ તત્કાલિન રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢીયાનો પત્ર કેબિનેટ સચિવને મળ્યો હતો. જેમાં તેઓએ આ ભેટનો ઉલ્લેખ કર્યો હતો સાથે નિયમો મુજબ તેઓ આ ભેટ ન સ્વીકારી શકે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. અઢિયાએ પત્રમાં આ ભેટ તેમના ઘરે ગેરહાજરીમાં મોકલવામાં આવી હોય તેનો તેઓ અનાદર પણ કરી શક્યા ન હતા.
3/4
તોશાખાનાના રેકોર્ડ મુજબ અઢીયાએ આઈફોન-7, 20 ગ્રામના વજનવાળા સોનાના બે બિસ્કિટ, 50 ગ્રામનો એક ચાંદીનો સિક્કો સહિતની ભેટ જમા કરાવી હતી. જે 8 નવેમ્બર, 2016નાં રોજ કુલ કિંમત 1,74,100 થાય છે.
4/4
નવી દિલ્હીઃ સરકારી અધિકારીઓને દિવાળી પર ગિફ્ટમાં સોનાના બિસ્કીટ મળવાને લઈને પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં નાણાં મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે કહ્યું કે, આ મામલે કોઈ તપાસ શરૂ કરવામાં નથી આવી. સાથે જ તેમણે કહ્યું કે, જે મામલાને લઈને સવાલ પૂછવામાં આવ્યો છે તેમાં નાણાં સચિવ (તત્કાલીન રેવન્યૂ સેક્રેટરી) હસમુખ અઢિયાએ વિદેશ મામલાના મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ તોશાખાનામાં પોતાને મળેલી ગિફ્ટ જમા કરાવી દીધી છે.