તેમણે કહ્યું કે, આપણી બેન્કિંગ સિસ્ટમ મુશ્કેલીમાં ફસાયેલી કંપનીઓને સપોર્ટ કરતી નથી. આપણી બેન્કિંગ વ્યવસ્થા એવી છે કે જ્યારે કોઇ કંપની પર સંકટ આવે તો તેને દર્દીની જેમ આઇસીયુમાં નાંખી દેવાય છે અને પછી એ કંપની ખતમ થઇ ગઇ છે એવું નક્કી કરી દેવાય છે.
2/5
આરબીઆઈ મુદ્દે ગડકરીએ કહ્યું કે, અમે રીઝર્વ બેન્કની સ્વાયત્તતા સ્વીકાર કરીએ છીએ પરંતુ તેણે પણ સરકારના આર્થિક વિચારોનું સમર્થન કરવું જોઈએ. આરબીઆઈને જો પૂર્ણ સ્વાયત્તતા જોઈતી હોય તો તેણે અર્થવ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર થવું પડશે.
3/5
ગડકરીએ સવાલ કર્યો કે માલ્યાએ 40 વર્ષ સુધી લોનનું વ્યાજ ચૂકવ્યું. એવિયેશનનમાં નુકસાનને કારણે તે પૈસા ચૂકવી ન શક્યો તો તેને વિલફૂલ ડિફોલ્ટર કેમ કહી શકાય? તેમણે વધુમાં જણાવ્યું કે બેન્કિંગ હોય કે ઇન્શ્યોરન્સ, દરેક બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવે પણ ભૂલો પ્રામાણિક હોય તો તેમને માફ કરીને એક તક આપવી જોઇએ.
4/5
ગડકરીએ રૂપિયા 9000 કરોડના કૌભાંડી અને ભાગેડુ વિજય માલ્યાની તરફેણ કરતાં મુંબઈમાં ગુરુવારે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું કે, માલ્યા ભાગેડુ નથી તેથી તેમને માફ કરો અને એક તક આપો. ગડકરીએ આ વાત કરતાં સભામાં સોપો પડી ગયો હતો.
5/5
મુંબઇઃ વિજય માલ્યા દેશની બેંકોનું અબજોનું કરીને ભાગી ગયો તે મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે ત્યારે મોદી સરકારના વરિષ્ઠ મંત્રી નીતિન ગડકરીએ માલ્યાને માફ કરી દેવાની વાત કરતાં ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે.