Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
IND vs BAN U19 Women's Asia Cup Final 2024: ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 117 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર ગોંગડી ત્રિશાએ 47 બોલમાં સૌથી વધુ 52 રન બનાવ્યા હતા
IND vs BAN U19 Women's Asia Cup Final 2024: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને અંડર-19 મહિલા એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું છે. રવિવારે (22 ડિસેમ્બર) કુઆલાલંપુરના બ્યુમસ ઓવલ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 41 રને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં બાંગ્લાદેશી ટીમને જીતવા માટે 118 રનનો ટાર્ગેટ હતો, જેનો તે સફળતાપૂર્વક પીછો કરી શકી નહોતી. બાંગ્લાદેશની ટીમ માત્ર 76 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ખિતાબ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
ત્રિશાએ બેટિંગમાં મચાવી ધમાલ -
ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 117 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર ગોંગડી ત્રિશાએ 47 બોલમાં સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. મિથિલા વિનોદ (17 રન), કેપ્ટન નિક્કી પ્રસાદ (12 રન) અને આયુષી શુક્લા (10 રન) પણ બે આંકડા સુધી પહોંચવામાં સફળ રહ્યા. બાંગ્લાદેશ તરફથી ફરઝાના ઈસ્મિને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે નિશિતા અક્ટર અને નિશીને બે અને હબીબા ઈસ્લામને એક સફળતા મળી હતી.
𝗕𝗢𝗪 𝗗𝗢𝗪𝗡 𝗧𝗢 𝗧𝗛𝗘 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦! 🏆
— AsianCricketCouncil (@ACCMedia1) December 22, 2024
Presenting the winners of the inaugural edition of the #ACCWomensU19AsiaCup 2024 - India Women U19! 🇮🇳#ACC #INDWvsBANW pic.twitter.com/W7FGXyQDfE
જવાબમાં બાંગ્લાદેશની ટીમ 18.3 ઓવરમાં માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર ઝૂરિયા ફિરદૌસે 30 બોલમાં સૌથી વધુ 22 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. જ્યારે ઓપનર ફાહોમિદા ચોયાએ 18 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય બાંગ્લાદેશી બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. ભારતીય ટીમ માટે લેફ્ટ આર્મ સ્પિનર આયુષી શુક્લાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. સ્પિન બોલર સોનમ યાદવ અને પારુણિકા સિસોદિયાને પણ બે-બે સફળતા મળી હતી. વીજે જોશીથાને પણ એક વિકેટ મળી હતી.
𝙏𝙝𝙖𝙩 𝘾𝙝𝙖𝙢𝙥𝙞𝙤𝙣 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆
— BCCI Women (@BCCIWomen) December 22, 2024
Scoreboard ▶️ https://t.co/uREtAlBiiq#TeamIndia | #ACC | #ACCWomensU19AsiaCup | #Final pic.twitter.com/WkSP8KBDmm
ભારતીય ટીમની પ્લેઈંગ-11: -
ગોંગડી ત્રિશા, કમલિની (વિકેટકીપર), સાનિકા ચાલકે, નિક્કી પ્રસાદ (કેપ્ટન), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, આયુષી શુક્લા, વીજે જોશિતા, શબનમ શકીલ, સોનમ યાદવ, પારુણિકા સિસોદિયા.
બાંગ્લાદેશની પ્લેઈંગ-11: -
ફાહોમિદા ચોયા, મોસમમત ઈવા, સુમૈયા અખ્તર, ઝુઆરિયા ફિરદૌસ (વિકેટકીપર), સુમૈયા અખ્તર (કેપ્ટન), સાદિયા અખ્તર જન્નતુલ મોઆ, હબીબા ઈસ્લામ, ફરઝાના ઈસ્મીન, નિશિતા અખ્તર નિશી, અનીસા અખ્તર સોબા.
આ પણ વાંચો
IND vs AUS: ચોથી ટેસ્ટનો સમય બદલાયો, જાણો હવે ક્યારે, ક્યાં ને કેટલા વાગ્યાથી લાઇવ જોઇ શકશો મેચ