શોધખોળ કરો
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સામે નહીં NOTA સામે હારી ગઈ BJP, જાણો વિગત
1/9

રાજનગરઃ આ સીટ પર પણ નોટાએ અસર દેખાડી હતી. કોંગ્રેસના વિક્રમ સિંહને 40,362 અને બીજા નંબર પર રહેલા ભાજપના અરવિંદ પટેરિયાને 39360 વોટ મળ્યા. જીતનું અંતર માત્ર 732 વોટ રહ્યું, જ્યારે નોટાને 2485 લોકોએ વોટ આપ્યો હતો.
2/9

રાજપુરઃ કોંગ્રેસના બાલા બચ્ચનને 85,512 મત મળ્યા હતા. તેમણે બીજેપીના અંતરસિંહ દેવીસિંહ પટેલને 932 વોટથી હરાવ્યા. અહીંયા 2485 લોકોએ નોટાને મત આપ્યો હતો.
3/9

બ્યાવરાઃ મધ્યપ્રદેશની આ બેઠક પર કોંગ્રેસના ગોવર્ધન સિંહે ભાજપને નારાયણ સિંહ પવારને 826 મતથી હાર આપી હતી. 1481 લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું.
4/9

માંધાતાઃ આ સીટ પરથી કોંગ્રેસના નારાયણ પટેલને 71228 વોટ મળ્યા હતા. તેમણે બીજેપીના નરેન્દ્ર સિંહ તોમરને 1236 વોટના અંતરથી હાર આપી હતી. આ વિધાનસભા સીટ પર નોટાને 1575 વોટ મળ્યા હતા.
5/9

જોબટઃ કોંગ્રેસની કલાવતી ભૂરિયા 46067 વોટ સાથે વિજેતા બન્યા. ભાજપના માધોસિંહ ડાબરને 44022 મત મળ્યા અને તેઓ બીજા નંબર પર રહ્યા. આ સીટ પર હાર-જીતનું અંતર 2056 વોટનું રહ્યું હતું. અહીંયા 5139 લોકોએ નોટા પર પસંદગી ઉતારી હતી.
6/9

સુવાસરાઃ મધ્યપ્રદેશની આ સીટ પર કોંગ્રેસ ઉમેદવાર ડાંગ હરદીપ સિંહને 93,169 વોટ મળ્યા. તેમણે બીજેપીના રાધેશ્યામ નંદલાલ પાટીદારને 350 મતથી હરાવ્યા હતા. અહીંયા 2976 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું.
7/9

જબલપુર નોર્થઃ આ બેઠક પર કોંગ્રેસના વિનય સક્સેનાએ ભાજપના શરદ જૈનને 578 મતથી હાર આપી હતી. અહીં 1209 લોકોએ નોટાને વોટ આપ્યો હતો.
8/9

ગ્વાલિયર સાઉથઃ આ સીટ પર કોંગ્રેસના પ્રવિણ પાઠકે બીજેપીના નારાયણ સિંહ કુશવાહાને 121 વોટથી હરાવ્યા. અહીં 1550 લોકોએ નોટાને મત આપ્યો હતો.
9/9

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં 15 વર્ષ બાદ ભાજપે સત્તા ગુમાવી છે. 24 કલાક ચાલેલી મતગણતરીના અંતે ભાજપને 109 અને કોંગ્રેસને 114 સીટ મળી છે. રાજ્યની 230 સીટો પૈકી અનેક સીટ પર ભાજપની સામાન્ય અંતરે હાર થઈ છે. જો પાર્ટી દ્વારા થોડું સારું બુથ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હોત તો તસવીર બીજી જ હોત. અનેક સીટ પર નોટાએ બીજેપીનો ખેલ બગાડ્યો છે. આ સીટો પર કોંગ્રેસના ઉમેદવારને જીત મળી છે, પરંતુ જીતના અંતર કરતા નોટાને વધારે વોટ મળ્યા છે.
Published at : 13 Dec 2018 10:05 AM (IST)
View More





















