મલ્ટીપ્લેક્સમાં ખાવા-પીવાની ચીજ વસ્તુઓ પર ભાવ વધારાને લઈને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સતત પ્રદર્શન કરી રહી છે. હાલમાં જ મનસેના કાર્યકર્તાઓએ મલ્ટીપ્લેક્સમાં પ્રદર્શન કર્યું હતું ઔપ સિનેમાહોલના મેનેજર સાથે મારપીટ પણ કરી હતી. જાણકારી મુજબ મુંબઈના કેટલાક સિનેમા હોલ માલિકોએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત પણ કરી હતી.
2/3
આ સાથે જ કેંદ્ર સરકાર 1 ઓગષ્ટથી નવો કાનૂન લાવી રહી છે જે મૂજબ કોઈપણ સામાન માત્ર છાપવામાં આવેલી કિંમત પર જ વહેંચી શકાય. કોઈપણ ખાવા-પીવાના સામાનની બે કિંમત નહી હોય. મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન, કોલ્ડ્રડ્રિંક અને સ્નેક્સની વધારે કિંમત નહી ચૂકવવી પડે.
3/3
મુંબઈ: મહારાષ્ટ્રના મલ્ટીપ્લેક્સમાં 1 ઓગષ્ટથી તમે ખાવા-પીવાનું લઈ જઈ શકો છો. નાગપુરમાં ચાલી રહેલા ચોમાસું સત્ર દરમિયાન આજે તેને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા જેના જવાબમાં રાજ્યમંત્રી રવિંદ્ર ચવ્હાણે સરકારના આ નિર્ણયની જાણકારી આપી. આ સાથે જ તેમણે કહ્યું, આવું કરવાથી રોકનારા પર સખ્ત કાર્યવાહી કરવામં આવશે.