શોધખોળ કરો
નીતિશ બાદ UP સીએમ યોગી આદિત્યનાથે રૂપાણી સાથે કરી વાત, ઉત્તર ભારતીયો પર હુમલાને લઈ વ્યક્ત કરી ચિંતા
1/4

આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતની વિજય રૂપાણી સરકાર પાસે પણ રિપોર્ટ માંગ્યો છે. ગુજરાત સરકારે દોષિતોને ઓળખીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું કેન્દ્રને જણાવ્યું છે. રવિવારે ગુજરાતના ડીજીપીએ કહ્યું કે, બિન ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલા અંગે પોલીસે અત્યાર સુધીમાં 342 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
2/4

યોગીએ કહ્યું કે, “ડરના કારણે ઉત્તર ભારતીયો ગુજરાત છોડીને જઈ રહ્યા છે. જેના પર ધ્યાન આપવું જોઈએ.” આ ઉપરાંત કોંગ્રેસ નતા અહમદ પટેલે પણ કહ્યું કે, “જો 1-2 લોકો ગુનો કરતા હોય તો તમામને નિશાન ન બનાવવા જોઈએ. જે લોકો નિર્દોષ છે તેની સુરક્ષા કરવી જોઈએ. રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ અને આ સમસ્યાનું સમાધાન શોધવું જોઈએ.”
Published at : 08 Oct 2018 05:39 PM (IST)
View More





















