પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર એલઓસી પર સતત ગોળીબાર થઇ રહ્યું છે. આ વર્ષે માત્ર જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાને લગભગ 150 વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
2/5
ગયા અઠવાડિયે કુપવાડા જિલ્લામાં કેરન સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. સાથે રહેણાંક વિસ્તારોમાં કેટલાય લોકો ફાયરિંગની ઝપેટમાં આવી ગયા હતા.
3/5
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક સમયથી સીમા પર સીઝફાયર ઉલ્લંઘનમાં અનેકગણો વધારો થયો છે. 2017 માં સીમા પારથી કુલ 860, 2016 માં 271 અને 2015 માં કુલ 387 વાર પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યુ હતું.
4/5
શ્રીનગરઃ સીમા પર પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું, ગુરુવારે રાત્રે પાકિસ્તાને એલઓસી પર એક ગામમાં લગ્ન સમારોહ દરમિયાન ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં ગામના એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું. પાકિસ્તાનનું આ રીતે ભારતીય નાગરિકોને નિશાન બનાવવું તેની કાયરતા દર્શાવે છે.
5/5
ગુરુવારે LoC પર માલવી ગામમાં લગ્ન સમારોહ યોજાઇ રહ્યો હતો તે દરમિયાન પાકિસ્તાની સેનાના સ્નાઇપરે ફાયરિંગ કર્યું હતું. આમાં મોહમ્મદ ઇલલાખ નામના એક વ્યક્તિનું મોત થયુ હતું. માલવી ગામ પુંછ જિલ્લામાં આવે છે.