શોધખોળ કરો
અમૃતસરમાં દશેરા પર મોટી ટ્રેન દુર્ઘટના, 61ના મોત, અનેક લોકો ઘાયલ
1/6

ઘટનાની જાણ થતાં રેલવે પોલિસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના દિલ્હી-અમૃતસર માર્ગ પર થઈ છે. આ ઘટના પાછળ તંત્રની બેદરકારી માનવામાં આવી રહી છે.
2/6

અમૃતસર: પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના બની છે. અમૃતસરના જોડા ફાટક પાસે દેશેરાનો ઉત્સવ ઉજવી રહેલા લોકો ટ્રેનની ઝપેટમાં આવી જતાં 61થી વધુ લોકોના મોત નીપજ્યા છે. રાવણ દહન વખતે પૂતળાને આગ લગાવવામાં આવી, ત્યારે દોડધામ મચી ગઈ હતી અને તેની વચ્ચે લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. તે સમયે જ અચાનક પૂરપાટ દોડતી ટ્રેન આવી ગઈ હતી. અને લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
Published at : 19 Oct 2018 08:25 PM (IST)
View More





















