શોધખોળ કરો
હવે પાસપોર્ટમાં જીવનસાથી કે પિતાની વિગતો આપવી નહીં પડે
1/2

પેનલે કહ્યું છે કે, વૈશ્વિક રીતિઓને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ વિગતોને દૂર કરવા અંગે વિચારવું જોઇએ. આ માહિતી ભારત કે વિદેશમાં ઇમીગ્રેશન હેતુ માટે કોઇ જરૂરી નથી. તેણે એમ પણ નોંધ્યું છે કે વિવિધ દેશો પાસપોર્ટ બુકલેટ્સમાં પિતા કે કાયદેસરના વાલી, માતા, જીવનસાથી કે અન્ય વિગતો આપવાનું પૂછાતું નથી.
2/2

નવી દિલ્હીઃ હવે પાસોર્ટમાં જીવનસાથી કે પિતાની જાણકારી આપવી જરૂરી નહીં રહે તેવી શક્યતા છે. પાસપોર્ટ ઓફિસોમાં પ્રક્રિયાગત સતામણીની અનેક ફરિયાદોને પગલે એક આતંર મંત્રાલય પેનલે વિદેશ મંત્રાલયને દરખાસ્ત કરી છે કે તે પાસપોર્ટની બુકલેટમાં પિતા, માતા કે જીવનસાથીની વિગતો પ્રિન્ટ કરવાની પદ્ધતિ બંધ કરી દેવી જોઇએ. જો આ દરખાસ્ત મંજૂર થાય તો પાસપોર્ટમાં પતિ કે પિતાની વિગતો નહિ ભરવી પડે.
Published at : 07 Nov 2016 07:50 AM (IST)
Tags :
Ministry Of External AffairsView More




















