શોધખોળ કરો
એક દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, મોદીએ બોલાવી બેઠક
1/3

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બુધવારે કહ્યું કે, સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવને કાબૂમાં રાખવા માટે જે વલણ અપનાવી રહી છે તે યોગ્ય છે. કારણકે ઈંધણના ઉત્પાદન ખર્ચમં કાપ મૂકવાથી રાજકોષી ખાધ વધશે અને સમસ્યા ઓછી થવાને બદલે વધારે ગુંચવાડા ભરી બનશે.
2/3

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયાના દિન પ્રતિદિન થઈ રહેલા ધોવાણને લઈ સરકાર હરકતમાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અર્થવ્યવસ્થા પર બેઠક બોલાવી છે. આ બેઠકમાં નાણામંત્રી અરૂણ જેટલી સામેલ થશે અને કેટલાક કેબિનેટ મંત્રીઓ સામેલ થવાની આશા છે.
Published at : 13 Sep 2018 07:29 AM (IST)
View More




















