વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરીને જણાવ્યું કે પીએમ મોદી સાંસ્કૃતિક સંબંધોને મજબૂતી આપતા સિંગાપુરના સૌથી જૂના હિંદુ મંદિરમાં પૂજા કરી. તેમણે જણાવ્યું કે આ ભગવાન મરમ્મન મંદિર 1827માં બનાવવામાં આવ્યું હતું.
2/4
ત્રણ દેશોના પાંચ દિવસીય પ્રવાસ પર નિકળેલા પ્રધાનમંત્રી મોદી ઈન્ડોનેશિયા અને મલેશિયા બાદ ગુરૂવારે સિંગાપુર પહોંચ્યાં હતા. શુક્રવારે બંને દેશો વચ્ચે ઘણા પ્રકારના કરાર થયા.
3/4
મંદિર બાદ પીએમ મોદી પ્રખ્યાત ચૂલિયા મસ્જિદ પહોંચ્યા. જ્યાં તેમની સાથે સિંગાપુરના સાસ્કૃતિક મંત્રી ગ્રેસ યેન પણ હાજર રહ્યા હતા. આ મસ્જિદ એક ભારતીય ચૂલિયા મુસ્લિમ વેપારીએ બનાવી હતી. પીએમ મોદીએ ક્લિફોર્ડ પાયરમાં મહાત્મા ગાંધીની યાદમાં બની તખ્તીનું અનાવરણ કર્યું, આ તે ખાસ જગ્યામાં સામેલ છે, જ્યા બાપૂની અસ્થિઓ વિસર્જિત કરવામાં આવી હતી. 70 વર્ષ પહેલા 1948માં ગાંધીજીની અસ્થિ બારત સાથે ઘણા દેશોમાં મોકલવામાં આવી હતી.
4/4
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સિંગાપુર પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. સિંગાપુરમાં આજે પ્રધાનમંત્રી મોદીએ અમેરિકી રક્ષા સચિવ જેમ્સ મૈટિસ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેઓ શ્રી મરમ્મન મંદિર ગયા અને ત્યાં પૂજા કર્યા બાદ આર્શીવાદ લીધા. મંદિર બાદ તેઓ ચૂલિયા મસ્જિદ પહોંચ્યા. મેટિસ સાથેની મુલાકાત પહેલા સિંગાપુરના પૂર્વ પ્રધાનમંત્રી ગોહ ચોક તોંગને મળ્યા.