મોદીએ કહ્યું કે મેં દેશને ક્યારેય અંધારામાં રાખ્યો નથી અને અમારી સરકાર પર ભ્રષ્ટાચાર ખતમ કરવાની જવાબદારી છે. તેમણે કહ્યું કે જૂની નોટો બંધ કરવાના ફેંસલાથી પડનારી તકલીફને બધાને ખબર હતી તેથી જ અગાઉની સરકાર આ પ્રકારના આકરા નિર્ણય ટાળી રહી હતી.
2/7
તેમણે કહ્યું કે જો તમારી પાસે બ્લેક મની છે તો તેની કિંમત કાગળના ટુકડાથી વિશેષ નથી તેથી વધારે દિમાગ દોડાવશો નહીં. તેમણે લોકોને શાબાશી આપતાં કહ્યું કે આ દેશમાં ઈમાનદાર લોકોની કમી નથી. આવો ઈમાનદારી સાથે કામ કરવામાં મારો સાથ આપો. હું તમને નમન કરું છું.
3/7
તેમણે લોકોને અપીલ કરી કે મને 30 ડિસેમ્બર સુધી મોકો આપો. મેં દેશના લોકો પાસે 50 દિવસનો સમય માંગ્યો છે. જો તમને લાગે કે મેં કોઈ ભૂલ કરી છે તો મને સજા કરશો તે મને મંજૂર હશે. તેમણે હુંકાર કર્યો કે જેમણે રાજનીતિ કરવી હોય તે ભલે કરે, હું દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીને રહીશ.
4/7
તેમણે કહ્યું કે આ માટે એક નાની ટીમ બનાવીને નવી નોટ દાખલ કરવા પર કામ શરૂ કર્યું હતું અને અત્યંત ગુપ્તતા જાળવી તેના કારણે આ નિર્ણય લાગુ થઈ શક્યો. તેમણે કહ્યું કે 10 મહિનાથી નવી નોટોનું પ્રિન્ટિંગ ચાલતું હતું અને તેની જાહેરાત 8 નવેમ્બરે થઈ.
5/7
મોદીએ પોતે આ જાહેરાત કરવા પાછળ કેટલી મહેનત કરી અને કઈ રીતે ગુપ્તતા જાળવી તેની વિગતો પણ જાહેર કરી હતી. તેમણે આ જાહેરાત કરવા પાછળ પોતે દસ મહિના મહેનત કરી હોવાનું જણાવી ઉમેર્યું કે મેં એક સીક્રેટ ઓપરેશનને અંજામ આપ્યો છે.
6/7
મોદીએ ગોવામાં એરપોર્ટના ઉદઘાટન સમારોહમાં કહ્યું હતું કે મેં આ જાહેરાત કરીને બહુ મોટા લોકો સાથે વેર લીધું છે અને એ લોકો મને જીવતો નહીં મૂકે. મોદીએ કાળા નાણાં ધરાવનારા લોકો અત્યંત શક્તિશાળી છે તેવો સંકેત આપતાં તેમને ‘એ લોકો’ તરીક સંબોધ્યા હતા.
7/7
ગોવાઃ દેશમાં 500 અને 1000ની જૂની નોટો ચલણમાંથી રદ કર્યા પછી પહેલી વાર મોટું નિવેદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, 30 ડિસેમ્બર સુધીનો મને સમય આપો અને અમે સફળ ન થઈએ તો દેશ જે સજા કરશે તે મંજૂર કરીશ.