વડાપ્રધાનના નેપાળ પ્રવાસની વિશેષતા એ છે કે ધાર્મિક આસ્થાની પૂર્તિની સાથે સાથે બંને દેશો વચ્ચે કૂટનીતિક અને પરસ્પર સંબંધોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે જનકપુરમાં ખુદ મોદીએ કહ્યું કે નેપાળ અને ભારતનો સંબંધ બે પડોશીઓની સાથે સાથે પારંપરિક પણ છે.
3/8
મોદીએ બૌદ્ધોના પારંપરિક લાલ પરિધાન ધારણ કર્યો હતો. તેમણે હિન્દુ અને બૌદ્ધ બંને રીતિ-રિવાજો પ્રમાણે પૂજા કરી. પૂજા બાદ તેમણે મંદિર પરિસરમાં પ્રતીક્ષા કરી રહેલા લોકોનું અભિવાદન કર્યું અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
4/8
પશુપતિનાથ મંદિર પહેલા મોદીએ મુક્તિનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. તેમણે ભગવાનની મૂર્તિ પર ફૂલ પણ ચઢાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મંદિરના બે પૂજારી પણ હતા. આ મંદિરમાં પૂજા કરનારા તેઓ પ્રથમ વૈશ્વિક નેતા છે.
5/8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળામાં રુદ્રાશની માળા ધારણ કરીને પશુપતિનાથના દર્શન કર્યા હતા. પશુપતિનાથ નેપાળમાં ભગવાન શિવનું સૌથી પવિત્ર મંદિર કહેવાય છે. હિન્દુ ધર્મની 8 સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.
6/8
કાઠમાંડુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નેપાળ પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. પીએમ મોદીએ શનિવારે સૌથી પહેલા મુક્તિનાથ મંદિર ગયા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઠમાંડુના પશુપતિનાથ મંદિરમાં જઈને પૂજા કરી. મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત અહીંયા આવ્યા છે.
7/8
પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ મોદીએ એક વિઝિટર બુકમાં મેસેજ પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, ‘ભગવાન પશુપતિનાથના મંદિરમાં પૂજા કરવાનો ફરી એકવખત અવસર મળ્યો તેનો ઘણો આનંદ છે. આ મંદિર ભારત અને નેપાળના લોકોના સંયુક્ત ધાર્મિક વારસાનું પ્રતિક છે. હું નેપાળ અને ભારતના લોકોના જીવનમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું. મારી યાત્રા માટે કરવામાં આવેલી સુવિધા માટે હું પશુપતિ ક્ષેત્ર વિકાસ કોષ અને નેપાળ સરકારનો આભારી છું.’
8/8
પશુપતિનાથ મંદિરનું કર્ણાટક કનેકશન પણ છે. અહીંયા મોટાભાગના પૂજારી કર્ણાટકથી જ આવે છે. આ સ્થિતિમાં વિશેષજ્ઞો પણ કર્ણાટક ચૂંટણી દરમિયાના પીએમ મોદીના આ મંદિર પ્રવાસને ઘણો મહત્વનો માને છે.