નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરના લોક્ડ અને સક્રીય ન હોય તેવા એકાઉન્ટ બંધ કરવાના અભિયાન બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના અંદાજીત 3 લાખ તો કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 17 હજાર ફોલોઅર્સ ઘટી ગયા છે.
2/3
મોદીના ફોલોઅર્સની સંખ્યાં 4.34થી ઘટીને 4.31 કરોડ થઈ ગઈ છે. દરરોજના આઘાર પર ટ્વિટર ફોલોઅર્સની સંખ્યની જાણકારી મેળવનારી સોશલબ્લેડડોટકોમ અનુસાર, પીએમ મોદીના ટ્વિટર હેંડલના 2,84,746 ફોલોઅર્સ છે. 'પીએમઓ ઈન્ડિયા'ના ફોલોઅર્સમાં પણ 1,40,635 ફોલોઅર્સનો ઘટાડો થયો છે. રાહુલ ગાંધીના ફોલોઅર્સ 72 લાખ 40 હજાર હતા તેમાં ઘટાડો થયો છે.
3/3
વૈશ્વિક સ્તર પર જોવામા આવે તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક લાખ, જ્યારે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના ચાર લાખ ફોલોઅર ઘટી ગયા છે.રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, સુષ્મા સ્વરાજ અને શશિ થરૂરના ફોલોઅર્સમાં પણ ઘટાડો થયો છે.