ફેબ્રુઆરીથી જૂન સુધીના આ વર્ષના 7 વિદેશી પ્રવાસોની હજુ સુધી ચુકવણી કરવામાં આવી નથી, આના કારણે તેના વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. બાકીના 5 પ્રવાસો ભારતીય હવાઈ દળ બીબીજે એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યાં છે.
2/5
ખાસ બાબત એ છે કે વડા પ્રધાનની ઓફિસ PMO ની વેબસાઈટ પર વિદેશ પ્રવાસ વિશેની માહિતી વડાપ્રધાન મોદીના કાર્યકાળના 48 મહિના સુધી ઉપલબ્ધ રાખવામાં આવી છે. પીએમઓની વેબસાઈટ અનુસાર, 30 પ્રવાસો ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા કરવામાં આવ્યા હતા અને આ મુલાકાતો માટે ચુકવણી કરવામાં આવી હતી.
3/5
આરટીઆઈ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે કે પીએમ મોદીના 48 મહિનાના શાસન દરમિયાન, અત્યાર સુધીમાં વડા પ્રધાન મોદીએ 50થી વધુ દેશોમાં 41 વિદેશ પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન કુલ 355 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
4/5
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર હંમેશાં વિરોધ પક્ષ નિશાન સાધતું રહે છે અને દરેક મુલાકાત પર સવાલ ઉઠાવતા રહે છે. હવે હાલમા જ એક આરટીઆઈ થયેલો ખુલાસો વિરોધ પક્ષ માટે નવું હથિયાર બની ગયું છે.
5/5