શોધખોળ કરો
કટકમાં મોદીએ 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કરી વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું- સરકારના કાર્યોએ કટ્ટર દુશ્મનોને એક કર્યા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26175438/modi3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![4 વર્ષમાં દેશના સવા સો કરોડ લોકોમાં એવો ભરોસો પેદા થયો છે કે હાલત બદલી શકે છે, હિન્દુસ્તાન બદલી શકે છે. દેશના લોકોને હવે સરકાર પર વિશ્વાસ વધ્યો છે. દેશના લોકોને ભરોસો છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર સૌનો સાથ, સૌથો વિકાસ માટે કામ કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26175510/modi4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4 વર્ષમાં દેશના સવા સો કરોડ લોકોમાં એવો ભરોસો પેદા થયો છે કે હાલત બદલી શકે છે, હિન્દુસ્તાન બદલી શકે છે. દેશના લોકોને હવે સરકાર પર વિશ્વાસ વધ્યો છે. દેશના લોકોને ભરોસો છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર સૌનો સાથ, સૌથો વિકાસ માટે કામ કરી રહી છે.
2/5
![મોદીએ કટકમાં સરકારના 4 વર્ષ પૂરા થવા પર વિપક્ષ પર પ્રહાર કર્યો હતો. મોદીએ કહ્યું કે, સરકારના કાર્યોએ કટ્ટર દુશ્મનોને એક કર્યા છે. આજે તમામ ભ્રષ્ટાચારીઓ આજે એક થઈ રહ્યા છે. પોતાના સ્વાર્થ, પરિવાર, પાપને છુપાવવા માટે બધા દુશ્મનો એક થયા છે. અસ્થિરતાના ફાયદો ઉઠાવવા બધા વિરોધીએ એક થઈ રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26175506/modi2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોદીએ કટકમાં સરકારના 4 વર્ષ પૂરા થવા પર વિપક્ષ પર પ્રહાર કર્યો હતો. મોદીએ કહ્યું કે, સરકારના કાર્યોએ કટ્ટર દુશ્મનોને એક કર્યા છે. આજે તમામ ભ્રષ્ટાચારીઓ આજે એક થઈ રહ્યા છે. પોતાના સ્વાર્થ, પરિવાર, પાપને છુપાવવા માટે બધા દુશ્મનો એક થયા છે. અસ્થિરતાના ફાયદો ઉઠાવવા બધા વિરોધીએ એક થઈ રહ્યા છે.
3/5
![કટકઃ કેન્દ્રમાં મોદી સરકારના 4 વર્ષ પૂરા થવાનાં અવસર પર વડાપ્રધાન મોદીએ કટકમાં જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું, ‘મારી સરકારના 4 વર્ષ પૂરા થવા પર ભગવાન જગન્નાથની ધરતી પરથી સવા સો કરોડ ભારતીયોને પ્રણામ કરવાનું સૌભાગ્ય મળ્યું. ઉત્કલની ધરતી વિશેષ છે અહીંયા કણ-કણ કંઇક કરવાનો સંકલ્પ આપે છે. અહીંયાથી શરૂ કરેલું કોઈ પણ અભિયાન નિષ્ફળ જતું નથી.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26175503/modi1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કટકઃ કેન્દ્રમાં મોદી સરકારના 4 વર્ષ પૂરા થવાનાં અવસર પર વડાપ્રધાન મોદીએ કટકમાં જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું, ‘મારી સરકારના 4 વર્ષ પૂરા થવા પર ભગવાન જગન્નાથની ધરતી પરથી સવા સો કરોડ ભારતીયોને પ્રણામ કરવાનું સૌભાગ્ય મળ્યું. ઉત્કલની ધરતી વિશેષ છે અહીંયા કણ-કણ કંઇક કરવાનો સંકલ્પ આપે છે. અહીંયાથી શરૂ કરેલું કોઈ પણ અભિયાન નિષ્ફળ જતું નથી.’
4/5
![ગરીબોનું કલ્યાણ કરવું એનડીએ સરકારનું કર્તવ્ય છે. આપણો દેશ નિરાશામાંથી આશા તરફ અને કાળા નાણાથી જનધન તરફ થઈ રહ્યો છે. અમે જનતાનો વિશ્વાસ અને જનતાનો મત બંને જીત્યા છે. બીજેપીની સરકાર તમારા વિશ્વાસથી બની છે. ભાજપ ખરા અર્થમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની પાર્ટી બની.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26175459/modi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરીબોનું કલ્યાણ કરવું એનડીએ સરકારનું કર્તવ્ય છે. આપણો દેશ નિરાશામાંથી આશા તરફ અને કાળા નાણાથી જનધન તરફ થઈ રહ્યો છે. અમે જનતાનો વિશ્વાસ અને જનતાનો મત બંને જીત્યા છે. બીજેપીની સરકાર તમારા વિશ્વાસથી બની છે. ભાજપ ખરા અર્થમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની પાર્ટી બની.
5/5
![પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ એવા લોકો છે જેમણે બાળપણમાં ગરીબી જોઈ છે. ત્રણ દાયકા બાદ દેશમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બની હતી ત્યારે જ ભારતીય લોકોના ઇરાદા વિશ્વમાં ગુંજી ઉઠ્યા હતા. જ્યારે કન્ફ્યૂઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર બને છે ત્યારે જ સર્જિકલ સ્ટ્રાઇક, બેનામી સંપત્તિ પર કાર્યવાહીનો ફેંસલો લઈ શકાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26175438/modi3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ એવા લોકો છે જેમણે બાળપણમાં ગરીબી જોઈ છે. ત્રણ દાયકા બાદ દેશમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બની હતી ત્યારે જ ભારતીય લોકોના ઇરાદા વિશ્વમાં ગુંજી ઉઠ્યા હતા. જ્યારે કન્ફ્યૂઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર બને છે ત્યારે જ સર્જિકલ સ્ટ્રાઇક, બેનામી સંપત્તિ પર કાર્યવાહીનો ફેંસલો લઈ શકાય છે.
Published at : 26 May 2018 05:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)