નોંધનીય છે કે, ચારેબાજુ પ્રિયા પ્રકાશ એટલી છવાઇ ગઇ છે કે તેના સોશ્યલ મીડિયા પર પણ લાઇક્સ અને ફૉલોઇંગની વરસાદ થઇ ગયો છે. પાંચ દિવસની અંદર ઇન્સ્ટાગ્રામ પર તેના ફૉલોઅર્સ 3.4 મિલિયનથી વધુ થઇ ગયા છે. 18 વર્ષની પ્રિયા વારિયર અસલમાં મલયાલી હિરોઇન છે જે ‘Oru Adaar Love’ નામની ફિલ્મથી પોતાનું ડેબ્યુ કરવા જઇ રહી છે.
2/8
3/8
પ્રિયા પ્રકાશનો ચર્ચિત વીડિયો હવે પીએમ સુધી પહોંચી ગયો છે, સંજીવ મિશ્રાએ પ્રિયાના વીડિયોને લઇને પીએમ મોદીને પત્ર પણ લખ્યો છે. સંજીવની માંગ છે કે અત્યારે પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે. વીડિયોથી વિદ્યાર્થીઓ પર અસર પડી રહી છે આવામાં વીડિયોનો પ્રસારણ પર રોક લગાવી દેવી જોઇએ.
4/8
5/8
6/8
7/8
મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ભાજપ રમતગમત સંસ્થાના મેનેજર સંજીવ મિશ્રાએ ફેસબુક પર લખ્યું છે કે, ‘’ જે દેશમાં માત્ર છોકરીની આંખ મારવાથી 24 કલાકની અંદર સાત લાખ ફૉલોઅર્સ થઇ જાય તે દેશના યુવાનો ભજીયા વેચવા લાયક જ છે.’’ ભાજપ નેતા સંજીવનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે વડાપ્રધાન મોદીના ભજીયા વેચવાના નિવેદન પર વિક્ષપ નિશાન તાકી રહ્યું છે.
8/8
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મોની હિરોઇન પ્રિયા પ્રકાશ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મની એક ક્લિપના કારણે દેશમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. સોશ્યલ મીડિયામાં સેન્સેસન બની ચૂકી છે, તેના વીડિયો પર ભાજપ એક નેતાએ કહ્યું કે, દેશના યુવાનો ભજીયા વેચવા લાયક જ છે, જે એક છોકરીની આંખ મારવા પર તેને ફૉલો કરી રહ્યાં છે. પ્રિયાના વીડિયોને લઇને ભાજપ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.