શોધખોળ કરો
પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી સાથે જ સીધી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સામે કેમ થશે ટક્કર?
1/5

પૂર્વાંચલ ઉત્તર પ્રદેશનો સૌથી મોટો વિસ્તાર છે અને આ વિસ્તારમાં કુલ 24 જિલ્લા છે. મોદીનો મતવિસ્તાર વારાણસી અને યોગી આદિત્યનાથનો મતવિસ્તાર ગોરખપુર બંને પૂર્વાંચલમાં આવે છે. આ ઉપરાંત અયોધ્યા, અમેઠી, આઝમગઢ, મિર્ઝાપુર સહિતના જિલ્લા પણ આ વિસ્તારમાં છે.
2/5

પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઈન્ચાર્જ બનાવાયાં છે અને આ વિસ્તાર પૂર્વાંચલ તરીકે ઓળખાય છે. આ સાથે પ્રિયંકા ગાંધી સીધાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ટકરાશે કેમ કે બંનેના ગઢ ગણાતા વિસ્તારો પૂર્વાંચલમાં આવે છે.
Published at : 23 Jan 2019 01:49 PM (IST)
Tags :
Priyanka GandhiView More





















