ગોવાના ડેંટિસ્ટ રચના ફર્નાંડિસે રાહુલ ગાંધી સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યુ, "રાહુલ અને સોનિયા શાંતિથી જમી રહ્યા હતા, તેમની સાથે કોઈ સિક્યોરીટી ગાર્ડ ન હતો, અમે રાહુલની સાદગી પર ન્યોછાવર થઈ ગયા"
2/2
પણજીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધી સાથે વેકેશન માણવા ગોવા પહોંચ્યા છે. રાહુલ ગાંધી રવિવારે ગોવાનાં જાણીતા ફિશરમેન્સ રેસ્ટોરામાં જોવા મળ્યા હતા. આસપાસનાં લોકોએ રાહુલ ગાંધીને જોઈ સેલ્ફી લેવા ઘેરી લીધા હતા.