'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સંસદમાં જણાવ્યું હતું કે NTA 2025થી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સંસદમાં જણાવ્યું હતું કે NTA 2025થી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે. ભરતી પરીક્ષાઓ લેશે નહીં. તેમણે કહ્યું કે NEET-UGને પેન-પેપર મોડમાં લેવામાં આવશે કે ઓનલાઇન તેના પર આરોગ્ય મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે.
NTA to conduct only entrance exams for higher education institutions from 2025 and not recruitment exams: Union Minister Dharmendra Pradhan
— Press Trust of India (@PTI_News) December 17, 2024
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર નજીકના ભવિષ્યમાં કમ્પ્યૂટર એડોપ્ટિવ ટેસ્ટ, ટેક્નોલોજી આધારિત પ્રવેશ પરીક્ષાઓ પર વિચાર કરી રહી છે. આ ઉપરાંત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નું 2025માં પુનર્ગઠન કરવામાં આવશે, 10 નવી પોસ્ટ્સનું સર્જન કરવામાં આવશે.
Govt looking at moving to computer adaptive test, tech-driven entrance exams in near future: Union Minister Dharmendra Pradhan
— Press Trust of India (@PTI_News) December 17, 2024
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, "...NTAમાં સુધારો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તેનો રિપોર્ટ સોંપી દીધો છે. તેને એક્શન ટેકન રિપોર્ટ હેઠળ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે."
Talks are on with Health Ministry on whether to conduct NEET-UG in pen-paper mode or online: Union Education Minister Dharmendra Pradhan
— Press Trust of India (@PTI_News) December 17, 2024
તેમણે રિપોર્ટના કેટલાક મુખ્ય મુદ્દાઓને શેર કરતા કહ્યું હતું કે "2023-24માં શાળાઓની સંખ્યા 2013-14ની સરખામણીએ વધુ છે. તેમણે કહ્યું કે અગાઉ 53 ટકા શાળાઓમાં વીજળી હતી હવે 91.8 ટકા શાળાઓમાં વીજળી છે..."
આ કેટલાક મુખ્ય આંકડાઓ છે
વીજનું કનેક્શનઃ 2004-2014 સુધી 53 ટકા સ્કૂલોમાં વિજળી નહોતી જ્યારે હવે તે વધીને 93 ટકા થઈ ગઈ છે.
કમ્પ્યૂટર: આજે 57.2 ટકા શાળાઓમાં કમ્પ્યૂટર છે, જે પહેલા કરતા ઘણું વધારે છે.
ઈન્ટરનેટ કનેક્ટિવિટી: 2013-2014માં શાળાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ માત્ર 7.3 ટકા હતો, જે હવે વધીને 57 ટકા થઈ ગયો છે. શિક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં તમામ શાળાઓમાં ઇન્ટરનેટ કેબલ કનેક્શન ઉપલબ્ધ થશે.
હેન્ડવૉશ સુવિધાઓ: 2013માં માત્ર 43.1 ટકા શાળાઓમાં જ હાથ ધોવાની સુવિધા હતી, જ્યારે હવે તે વધીને 95 ટકા થઈ ગઈ છે. શાળાઓમાં પુસ્તકાલયની સુવિધા 75 ટકાથી વધીને 89 ટકા થઈ છે.
Education Loan Information:
Calculate Education Loan EMI