તેમને કહ્યું કે એક વિચાર રહે છે કે ગરીબ હોય છે, તેની કોઇ જાતી, પંથ કે ભાષા નથી હોતી. તેનો કોઇ ધર્મ નથી હોતો. મુસ્લિમ, હિન્દુ કે મરાઠા (જાતિ), બધા સુમદાયોમાં એક જથ્થો છે. જેની પાસે પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે ભોજન નથી.’ ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન શરૂ થઇ ગયું છે.
2/5
3/5
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, જો અનામત આપી દેવામાં આવે તે પણ ફાયદો નથી. કેમકે નોકરીઓ જ નથી. બેન્કમાં આઇટીના કારણે નોકરીઓ ઘટી છે. સરકારી ભરતી રોકાયેલી છે. નોકરીઓ ક્યાં છે? નીતિન ગડકરીએ આર્થિક અનામત તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે, એક ‘વિચાર’ છે જે ઇચ્છે છે કે નીતિ નિર્માતા દરેક સમુદાયના ગરીબો પર વિચાર કરે.
4/5
ગડકરીએ કહ્યું હતું કે, લોકોને અનામત કેમ જોઇએ છે, જ્યારે દેશમાં નોકરી જ નથી તો... આના પર રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું કે, ગડકરીજી, તમે બિલકુલ સાચી વાત કરી, દરેક ભારતીય આ જ સવાલ પુછી રહ્યો છે, છેવટે નોકરીઓ ક્યાં છે?
5/5
નવી દિલ્હીઃ SC/ST એક્ટ અને મરાઠા અનામત જેવા મુદ્દાઓ પર બેકફૂટ પર રહેલી ભારતીય જનતા પાર્ટી માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક વિવાદિત નિવેદન આપીને મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. ગડકરીને પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરવી પડી, પણ ત્યાં સુધી મોડુ થઇ ગયું હતું. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દાને લઇને કેંન્દ્રીય મંત્રી પર કટાક્ષ કર્યો છે.