શોધખોળ કરો
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી લડશે ચૂંટણી, રાયબરેલીથી સોનિયા ગાંધી કે પ્રિયંકા? સસ્પેન્સ
1/3

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી જ ફરી એક વખત ચુંટણી લડશે. જ્યારે રાયબરેલીથી સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ છે. સુત્રોના મતે રાહુલ ગાંધીએ કહ્યું છે કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોઈ વ્યક્તિને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવશે નહીં. ચુંટણી સામુહિક નેતૃત્વમાં લડાશે.
2/3

ઇન્દીરા ગાંધી સાથે પ્રધાનમંત્રીની સરખામણી પર રાહુલે કહ્યું હતું કે ઇન્દીરા અને મોદીની સરખામણી થઈ શકે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદી પીએમ ત્યારે જ બનશે જ્યારે 230થી 240 સીટો આવે. પરંતુ અમને વિશ્વાસ છે કે ગઠબંધન યોગ્ય રહ્યું તો ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રમાં અમને વધારે સીટો મળશે અને મોદીને ગઠબંધનના સહયોગી પીએમ બનવા દેશે નહીં. રાહુલ ગાંધીએ શિવસેના સાથેના ગઠબંધનને ફગાવી દીધું છે. આ વિશે કહ્યું હતું કે તેમની સાથે વૈચારિક મતભેદ છે. ટીડીપી અને શિવસેના મોદી ચહેરો ન હોય તો બીજેપી સાથે જઈ શકે છે.
Published at : 04 Aug 2018 08:06 AM (IST)
View More




















