વડાપ્રધાને તંજ કસતા કહ્યું હતુ કે અમે કોંગ્રેસ અધ્યક્ષની સામે નથી બેસી શકતા, તમે નામદાર છો અને અમે કામદાર છીએ. અમે તો સારા કપડાં પણ નથી પહેરી શકતા તમારી સામે કઇ રીતે બેસી શકીએ.
3/6
4/6
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના 15 મિનીટ વાળા નિવેદન પર વડાપ્રધાન મોદીએ પલટવાર કર્યો હતો. થોડા દિવસો પહેલા વડાપ્રધાને કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું, 'કોંગ્રેસ અધ્યક્ષે મને પડકાર ફેંક્યો છે કે તે 15 મિનીટ સંસદમાં બોલશે તો ત્યાં હુ બેસી નહીં શકું, પણ તે 15 મિનીટ બોલશે તે પણ એક મોટી વાત છે અને હું બેસી નહીં શકુ તો મને યાદ આવે છે કે ક્યાં સીન હૈ.'
5/6
મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાનો વિચાર મુકવા માટે 38 મિનીટનો સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને ગૃહમાં પાર્ટીના નેતા મલ્લિકાર્જૂન ખડગે પણ આ પ્રસ્તાવ પર બોલી શકે છે. વળી, ગૃહમાં બહુમતી વાળી સત્તારૂઢ બીજેપીને ચર્ચા માટે 3 કલાક અને 33 મિનીટનો સમય આપવામાં આવ્યો છે.
6/6
નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીના પ્રવાસે હતા, આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર તેમને હુમલો કરતાં કહ્યું કે, જો હું 15 મિનીટ સંસદમાં ભાષણ આપુ તો વડાપ્રધાન મારી સામે ઉભી નહીં રહી શકે. રાહુલ ગાંધીની આ ઇચ્છા આજે પુરી થઇ રહી છે.