ઉલ્લેખનીય છે કે, ઠાકરે મોદી સરકાર દ્વારા વધારવામાં આવેલા પેટ્રૉલ-ડિઝલની ભાવોની વિરુદ્ધમાં છે. થોડાક સમય પહેલા તેમને ફેસબુક પર મોદી સરકાર પર નિશાન સાધતા પેટ્રૉલ-ડિઝલની કિંમતો પર સવાલ ઉઠાવ્યા હતા.
2/5
ખરેખર, ઠાકરેએ પેટ્રૉલની કિંમતોમાં સતત થઇ રહેલી વૃદ્ધિને જોતા પેટ્રૉલની કિંમતોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો.
3/5
જોકે, આ સુવિધા સવારે 8 થી બપોર સુધી જ હતી, પેટ્રૉલ પંપ માલિકોને કોઇ ખાદ કે નુકશાન ના થાય, એટલા માટે ઉપરની રકમનું નુકશાન મનસે તરફથી કરવામાં આવ્યું.
4/5
ઠાકરેની આ જાહેરાત બાદ પેટ્રૉલ પંપ પર લોકોની લાંબી લાઇનો લાગી ગઇ હતી, લોકોએ પેટ્રૉલ ટેન્કો ફૂલ કરાવી દીધી હતી.
5/5
મુંબઇઃ મહારાષ્ટ્રના એક દિગ્ગજ નેતાએ પબ્લિકને એક ખાસ ગિફ્ટ આપી છે. એમએનએસ ચીફ રાજ ઠાકરેએ પોતાના જન્મ દિવસ પર લોકો પાસેથી ગિફ્ટ સ્વીકારવાના બદલે લોકોને ગિફ્ટ આપી છે. ઠાકરેએ રાજ્યના સિલેક્ટેડ પેટ્રૉલ પંપ પર ટૂ વ્હીલર્સને પેટ્રૉલની કિંમતોમાં 4 થી 9 રૂપિયાની છૂટ આપી છે.