શોધખોળ કરો
રાજસ્થાન ચૂંટણીઃ ભાજપના આ ઉમેદવારનો સૌથી ઓછા અંતરથી થયો વિજય, જાણો વિગત

1/4

રાજસ્થાનમાં હાર મળ્યા બાદ વસુંધરા રાજેએ રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓએ પત્રકારો સાથે વાતચીતમાં હાર સ્વીકારી કોંગ્રેસને શુભકામના પાઠવી હતી અને ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
2/4

અસિંદ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના જબ્બર સિંહ સાંખલાની 154 વોટથી જીત થઈ હતી. જે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારનો સૌથી ઓછા વોટ અંતરથી થયેલો વિજય છે. ભાજપના ઉમેદવારને 70249 અને કોંગ્રેસના મનીષ મેવાડાને 70095 વોટ મળ્યા હતા. ત્રીજા નંબર પર રહેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના મનસુખ સિંહને 42070 વોટ મળ્યા હતા. નોટાને 2943 મત મળ્યા હતા.
3/4

જયપુરઃ દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. છત્તીસગઢ, રાજસ્થાન અને છેલ્લે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા પર વાપસી કરી છે. તો તેલંગણા અને મિજોરમમાં ભાજપ-કોંગ્રેસ સિવાયની પાર્ટી સત્તા પર આવી છે. રાજસ્થાનમાં ભાજપને માત્ર 73 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસે ધમાકેદાર વાપસી કરી 99 બેઠકો મેળવી છે. બીએસપીને 6, સીપીઆઈ(એમ)ને 2, ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 2, રાષ્ટ્રીય લોકદળને 1, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને 3 અને અપક્ષને 13 સીટ મળી છે.
4/4

2013માં ભાજપના રામ લાલ ગુર્જરનો આ સીટ પરથી 27309 મતથી વિજય થયો હતો.
Published at : 12 Dec 2018 08:13 AM (IST)
View More
Advertisement
Advertisement