રાહુલના ફોન બાદ છબિંદ્ર માની ગયો હતો. ત્યાર બાદ માતા પુત્રના ઘરે પહોંચી હતી તો તે બધાં તૈયાર થઈને કલેક્ટર ઓફિસ પહોંચ્યા જ્યાંથી પોતાનું નામ પાછું ખેચ્યું હતું.
2/3
રાહુલ ગાંધીએ શુક્રવાર સવારે 10 વાગ્યાની આસપાસ છબિંદ્રને ફોન કર્યો હતો. તેને પાર્ટી માટે કામ કરવાનું કહીને રાહુલ ગાંધીએ સમજાવ્યો હતો. સાથે જ પાર્ટીમાં સારું ભવિષ્યનો ભરોસો આપ્યો હતો. ત્યાર બાદ ટીએસ સિંહદેવ, પાર્ટીના પ્રદેશ પ્રભારી પીએલ પુનિયા સતત મોબાઈલ પર છબિંદ્રના સંપર્કમાં રહ્યા હતાં. બપોરે 1 વાગે સુધી કોંગ્રેસના નેતા અને કાર્યકરો છબિંદ્રના નિર્ણય પર આશાસ્પદ હતાં.
3/3
દંતેવાડા: પોતાની ધારાસભ્ય મા દેવતી કર્માની વિરુદ્ધ ગદ્દારી કરીને નામાંકન ફોર્મ ભરવા જનાર પુત્ર છબિંદ્ર કર્માને શુક્રવારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો ફોન આવ્યા બાદ પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. જોકે નારાજ છબિંદ્ર દંતેવાડા સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડવા માગતો હતો. તેને કોંગ્રેસના ઘણાં નેતાઓએ આવું કરવાની ના પાડી હતી.