શોધખોળ કરો
રાજસ્થાન ચૂંટણીઃ કોંગ્રેસે 15 અને ભાજપે 1 મુસ્લિમ ઉમેદવારને ફાળવી ટિકિટ, BJPનો ઉમેદવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા સામે લડશે, જાણો વિગત
1/3

બીજેપીના એક માત્ર મુસ્લિમ ઉમેદવાર યુનુસ ખાન ડીડવાના સીટથી ધારાસભ્ય છે અને રાજે સરકારમાં મંત્રી છે. પાર્ટીએ અંતિમ સમયે તેમને ટોંકથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ સામે સીટ ફાળવી છે. ભાજપે 2013માં ચાર મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાંથી યુનુસ ખાન અને હબીર્બુરહમાન જીત્યા હતા. પાર્ટીએ આ વખતે હબીર્બુરહમાનને ટિકિટ ન આપતાં તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા અને નાગોરથી જ ચૂંટણી લડી રહ્યા છે.
2/3

રાજસ્થાનમાં વિધાનસભાની 200 સીટો માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાનો આજે અંતિમ દિવસ હતો. કોંગ્રેસે 195 સીટ માટે 15 મુસ્લિમોને ટિકિટ ફાળવી છે. જેમાંથી આઠ ઉમેદવારો 2013માં પણ ચૂંટણી લડી ચુક્યા છે. કોંગ્રેસે આ વખતે 5 સીટ ગઠબંધનવાળી પાર્ટીને ફાળવી છે.
Published at : 19 Nov 2018 06:01 PM (IST)
View More




















