શોધખોળ કરો
રાજસ્થાન ચૂંટણીઃ ટિકિટ કપાતા જ વસુંધરાના મંત્રી ભડક્યા, કહ્યું- BJPને કરી દઈશ બરબાદ
1/3

સુરેન્દ્ર ગોયલ બીજેપીના દિગ્ગજ નેતાઓ પૈકીના એક છે. જૈતારણ સીટ પરથી તેઓ 4 વખત વિજેતા બની ચુક્યા છે પરંતુ આ વખતે અચાનક ટિકિટ કપાવાથી તેઓ નારાજ થઈ ગયા. પાર્ટીએ મારી સાથે દગો કર્યો છે. હું કોઈની ચાંપલુસી નથી કરતો તેથી મારી ટિકિટ કાપવામાં આવી છે. હું સંઘનો વિરોધી હોંઉ તેમ બધાને લાગે છે. તેથી મોકો મળતાં જ મારી સામે ઉમેદવાર ઉભો કરી દીધો. ભાજપને ખતમ કરવાની ધમકી આપતાં ગોયલે કહ્યું કે, પાર્ટી નેતાઓની અક્કલ ઠેકાણે લાવી દઈશ.
2/3

મંત્રીના સમર્થકો દ્વારા બીજેપીના કમળ નિશાનવાળા ઝંડા સળગાવવામાં આવ્યા અને ભાજપ મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા. ગોયલ પણ તેમના સમર્થકોનો ગુસ્સો જોઈ ધીરજ ગુમાવી બેઠા અને કહ્યું કે તેમની સાથે દગો થયો છે. સુરેન્દ્ર ગોયલે કહ્યું, બીજેપીના જે વટવૃક્ષને ઉછેર્યું છે તેને ઉખાડીને ફેંકી દઈશ. પાલી જિલ્લાની જૈતારણ વિધાનસભાની જે સીટ પર મેં કમળ ખીલવ્યું હતું તે કમળને કચડી નાંખીશ.
Published at : 13 Nov 2018 03:31 PM (IST)
View More



















