આ કાર્યક્રમ એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે જેથી કરીને વધુમાં વધુ વિપક્ષી નેતાઓ તેમાં હાજરી આપી શકે. જોકે હજી ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. શપથગ્રહણ સમારોહમાં યુપીએ અધ્યક્ષા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક કોંગી નેતાઓ હાજર રહેશે.
2/4
ત્રણેય રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહના બહાને કોંગ્રેસ વિરોધ પક્ષો સાથે મળીને શક્તિ પ્રદર્શન કરશે. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના અનેક નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. પાર્ટી સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોને આમંત્રણ પાઠવશે. કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ તમામ વિરોધપક્ષના નેતાઓને સંપર્ક કરશે. તમામ નેતાઓને આવવાની અપીલ કરવામાં આવશે. જો નેતાઓ ના આવે તો તેમના પ્રતિનિધિઓને પણ મોકલવાની ભલામણ કરવામાં આવશે.
3/4
નવી દિલ્હી: મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે શપથ ગ્રહણ સમારોહ 17 ડિસેમ્બરે યોજાશે. જેને કોંગ્રેસ શક્તિ પ્રદર્શનનું માધ્યમ બનાવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની જાહેરાત કરી દીધી છે. પરંતુ છત્તીસગઢમાં હજી મુખ્યમંત્રીને લઈને નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ ત્રણેય જગ્યાએ શપથ ગ્રહણ સમારોહ એક જ દિવસે પણ જુદા-જુદા સમયે રાખવામાં આવ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
4/4
શપથ ગ્રહણ સમારોહનું આયોજન પણ એ પ્રમાણેનું કરવામાં આવ્યું છે જેથી કરીને તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ તેમાં પહોંચી શકે. રાજસ્થાનના મુખ્યમંત્રીનો સમારોહ જયપુરમાં સવારે 10 વાગ્યે, મધ્ય પ્રદેશમાં બપોરે 1:30 વાગ્યે અને છત્તીસગઢના રાયપુરમાં સાંજે 6 વાગ્યે યોજવામાં આવશે.