શોધખોળ કરો
PM પદ માટે 2019 નહી, 2024 માટે પ્રયાસ કરે વિપક્ષ: રામવિલાસ પાસવાન
1/3

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું 2019માં પ્રધાનમંત્રી પદ માટે કોઈ જગ્યા ખાલી નથી. તેમણે કહ્યું, વિપક્ષે 2024ને ઘ્યાનમાં રાખીને મહેનત કરવી જોઈએ. કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને શનિવારે કહ્યું કે, 2019માં વડાપ્રધાન પદ માટે હાલ કોઇ ખાલી જગ્યા નથી અને વિપક્ષને 2024ને ધ્યાનમાં રાખીને મહેનત કરવી જોઇએ. સત્તાપક્ષમાં એનડીએમાં સહયોગી લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ પાસવાને નરેન્દ્ર મોદી સરકારના વખાણ કર્યા. તેમણે કહ્યું, મોદી સરકારની છેલ્લા ચાર વર્ષોની ઉપલબ્ધીઓ સ્વતંત્રતા બાદ કોઇ અન્ય સરકારની ઉપલબ્ધીઓ કરતા વધારે છે.
2/3

રામવિલાસ પાસવાને કહ્યું કે, પ્રધાનમંત્રી પર કોઇ આરોપ નથી. તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. 24 કલાકમાં તેઓ 20 કલાક કામ કરે છે. આ સરકાર સામાન્ય માણસની સરકાર છે. તે ગરીબો માટે જનધન યોજના, આમ આદમી વિમા યોજના લાવી. ભારત હવે આર્થિક મહાશક્તિ બનવા જઇ રહ્યું છે.
Published at : 05 Aug 2018 03:38 PM (IST)
View More





















