રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે ભારતની પાસે 130 થી 140, પાકિસ્તાનની પાસે 140 થી 150 અને ચીનની પાસે 280 પરમાણું હથિયાર છે.
2/7
વર્ષ 2017 માં ઉત્તર કોરિયાએ પરમાણું હથિયારોની ક્ષમતાના મામલે ખુબજ વધારો કર્યો છે. દક્ષિણ કોરિયાએ પણ બે નવી લૉન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ ડિલીવરી સિસ્ટમનું પરિક્ષણ કરીને આ મામલે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.
3/7
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ભારત અને પાકિસ્તાન પોતાના પરમાણું હથિયાર સ્ટૉરનો વિસ્તાર કરી રહ્યાં છે અને નવા જમીન, સમુદ્ર અને વાયુમાં માર કરનારી મિસાઇલ ડિલીવરી સિસ્ટમનો વિકાસ કરી રહ્યાં છે. ચીન પણ પોતાના પરમાણું હથિયાર પ્રણાલીનો વિકાસ કરી રહ્યું છે. અને ધીમે ધીમે પોતાના પરમાણું હથિયારોનો ભંડાર વધારી રહ્યું છે.
4/7
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં કુલ પરમાણું હથિયારોનો લગભગ 92 ટકા ભાગ આ દેશોમાં જ છે.
5/7
રિપોર્ટ અનુસાર, વર્ષ 2018 ની શરૂઆત સુધી ભારત, પાકિસ્તાન, અમેરિકા, રશિયા, યૂકે, ફ્રાન્સ, ચીન, ઇઝરાયેલ અને ઉત્તર કોરિયાની પાસે લગભગ 14,465 પરમાણું હથિયાર હતાં. જોકે 2017 ની શરૂઆતની સરખામણીમાં આ સંખ્યા ઓછી છે. કેમકે કે આ દેશોન પાસે કુલ 14,935 પરમાણુ હથિયાર હતાં. આના ઘટાડાના કારણે રશિયા અને અમેરિકા દ્વારા પોતાના હથિયારોમાં ઘટાડો લાવવાનો હતો.
6/7
નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ચીનમાં ભારતની સરખામણીમાં વધુ પરમાણુ હથિયાર છે, તેમ છતાં વિશ્વસનીય રીતે ભારતની ધાક અડીખમ છે. ભારત એક જવાબદાર ન્યૂક્લિયર પાવર છે. રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
7/7
સ્ટૉકહૉમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (SIPRI ઇયરબુક 2018)ના રિપોર્ટ 'ન્યૂક્લિયર વૉક હેડ્સ નૉટ ફાઇટિંગ વેપન ટૂલ ફૉર રિટેલિયન'માં ભારત, પાકિસ્તાન અને ચીનના પરમાણું હથિયારો વિશે ચોંકાવનારા આંકડા આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયામાં પરમાણું હથિયારો રાખનારા બધા દેશો નવા પરમાણું હથિયાર પ્રણાલીનો વિકાસ કરી રહ્યાં છે અને હાલની સિસ્ટમનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. બીજીબાજુ દુનિયાભરમાં શાંતિ અભિયાનોમાં લાગેલા લોકોમાં કમી આવી રહી છે.