સુનિલ સામે અગાઉ ઈડી દ્વારા કેસ દાખલ કરાયો છે. જેમાં તેને કોર્ટ દ્વારા 6 ફેબ્રુઆરી સુધી ધરપકડ સામે રાહત મળી છે. આ મામલો લંડનમાં બ્રાયનસ્ટર સ્કેવરમાં આવેલી 19 લાખ પાઉન્ડ એટલે કે 17 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સાથે સંકળાયેલો છે. ઈડીનો દાવો છે કે આ સંપત્તિના અસલી માલિક રોબર્ટ વાડ્રા છે. ભાગેડુ ડિફેન્સ ડિલર સંજય ભંડારીએ આ ફ્લેટ ખરીદ્યો હતો. ભંડારીએ આ ફ્લેટનુ વેચાણ વાડ્રાના નિયંત્રણની કંપનીને કરી દીધુ હતુ.
2/3
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ મની લોન્ડરિંગના મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. આ મામલો વાડ્રાના નિકટના સુનીલ અરોડા સાથે જોડાયેલો છે. જેમાં વાડ્રાને પણ પોતાની ધરપકડ થાય તેવુ લાગતુ હોવાથી આગોતરા જામીન અરજી મુકીને બચવાનો પ્રયાસ કર્યો છે.
3/3
નવી દિલ્હી: રોબર્ટ વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન મળી ગયા છે. રોબર્ટ વાડ્રાને એક લાખની ગેરંટી પર વચગાળાના જામીન મળ્યા છે. રોબર્ટ વાડ્રાના વકીલ કે ટી એસ તુલસીએ કોર્ટને આશ્વાસન આપ્યુ હતુ કે મારા અસીલ ઈડીની જે તપાસ ચાલી રહી છે તેમાં સહયોગ કરશે. વાડ્રા ઈડી સમક્ષ 6 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર થશે.