શિવસેનાએ RSS પર નિશાન સાધતા કહ્યુ કે તેમણે ક્યારેય શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલા સાહેબ ઠાકરેને પોતાના મંચ પર આમંત્રિત નથી કર્યા અને ઈફ્તાર પાર્ટી આયોજિત કરીને મુસલમાનોને ખુશ કરવાની કોશિશ કરી રહ્યા છે.
2/4
પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે BJP અને શિવસેનાના આપસી સંબંધો સારા નથી ચાલી રહ્યા. ગુરૂવારે નાગપુરમાં RSSના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભાગ લીધો હતો.
3/4
તંત્રીલેખમાં કહેવામાં આવ્યુ છે કે RSS થિંક ટેંક ભવિષ્યની રાજનીતિ માટે રણનીતિક રૂપથી આવી યાત્રાઓનો ઉપયોગ કરે છે. આ વિશેષ ઘટનાને લઈ તેના મનમાં શુ છે તેનો ખુલાસો ફક્ત 2019ની લોકસભા ચુંટણી દરમ્યાન જ થઈ શકશે.
4/4
મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત બાદ પણ જાહેરાત કરી ચુક્યા છે કે 2019માં શિવસેના એકલા ચૂંટણી લડશે. આ પ્રકારના રાજકીય માહોલ વચ્ચે શિવસેના તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું 2019માં ત્રિશુંકા લોકસભા થવાની સ્થિતિમાં ભાજપ અને આરએસએસ પ્રણવ મુખર્જીને PM પદના ઉમેદવાર બનાવી શકે છે.