રશિયા ભારતનું પરંપરાગત મિત્ર છે, જેના કારણે પુતિન સાથેની દ્વિપક્ષીય વાટાઘાટો સફળતાપૂર્વક પાર પડશે. S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું મૂલ્ય પાંચ અબજ ડૉલર જેટલું હશે.ભારત સાથેની ડિફેન્સ ડીલનું મૂલ્ય પાંચ અબજ ડૉલર જેટલું થવા જાય છે. આમ, રશિયાએ પુતિનની મુલાકાત પહેલાં જ આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ભારતને આપવાનો સંકેત આપી દીધો હતો.
2/4
રશિયા અને જાપાન ફક્ત બે જ દેશો સાથે ભારત દર વર્ષે એકવાર નિયમિત રીતે દ્વિપક્ષીય બેઠક યોજે છે. આ પ્રકારના કાર્યક્રમમાં બંને દેશના વડા ભારતના મહેમાન બને છે. આ બેઠકમાં ભારત અને રશિયા 2025 સુધી 50 અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર કરવાની દિશામાં પણ આગળ વધશે.
3/4
પુતિનની આગેવાનીમાં ભારત અને રશિયાની આ 19મી દ્વિપક્ષીય બેઠક હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન પ્રમુખ પુતિન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજશે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ વાત કરશે.
4/4
નવી દિલ્હીઃ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન આજથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત પર વિશ્વભરની નજર છે. મુલાકાત દરમિયાન ભારત રશિયા સાથે S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનો સોદો કરી શકે છે. ભારતના બે પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન અને ચીનને ધ્યાનમાં રાખતા ભારતીય સેના માટે પણ આ સોદો ખૂબ જ મહત્ત્વનો છે.