સંઘપ્રિય ગૌતમે આ સંબંધમાં એક પત્ર પણ જાહેર કર્યો છે. આ પત્રમા તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે કહ્યું છે કે તેમને મુખ્યમંત્રીમાંથી હટાવીને ઘાર્મિક કાર્યોમાં લગાવવા જોઈએ. સંઘપ્રિય ગોતમે પીએમ મોદી વિશે કહ્યું, તેમણે દેશનું માન વધાર્યું છે અને તેઓ દેશના લોકપ્રિય નેતાઓમાંથી એક છે.
2/3
સંઘપ્રિય ગોતમે એ વાત માનવાનો ઈનકાર કર્યો કે ભાજપ ફરી સત્તામાં આવશે. તેમણે કહ્યું, હાલની પરિસ્થિતિ જોતા 2019 લોકસભા ચૂંટણીમાં મોદી લહેર આવવાની સંભાવના ઓછી છે.
3/3
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાએ પાર્ટી પર જ નિશાન સાધ્યું છે. ભાજપના નેતા સંઘપ્રિય ગૌતમે નિવેદન આપ્યું છે કે કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીને નાયબ વડાપ્રધાન બનાવવા જોઈએ અને ગૃહમંત્રી રાજનાથ સિંહને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવા જોઈએ. સંઘપ્રિયે ગોતમે કહ્યું, અમિત શાહને રાજ્યસભાની કમાન સંભાળવી જોઈએ, જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણને બનાવવા જોઈએ. આ બદલાવથી ભાજપના કાર્યકર્તાઓમાં વિશ્વાસ વધશે.