આ તમામ કમાણીમાંથી સાંઇ શિરડી સંસ્થાન તરફથી શિરડીમાં બે હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. તે સિવાય શિરડી નગપાલિકાના વિકાસ કામમાં પણ ફંડ આપવામાં આવે છે.
2/4
સાંઇ મંદિરની દાનપેટીમાં છેલ્લા વર્ષેભરમાં 288 કરોડ રૂપિયાનું દાન જમા થયું છે. આ ઉપરાંત 24 કિલો સોનું અને 385 કિલો ચાંદીનો પણ સમાવેશ થાય છે. સાંઇ સંસ્થાન પાસે અંદાજે 2300 કરોડ રૂપિયાની રકમ છે. જેમાં 400 કિલો સોનું અને સાડા ચાર હજાર કિલો ચાંદીનો સમાવેશ થાય છે.
3/4
છેલ્લા 90 વર્ષોમાં સાંઇ બાબા સંસ્થાને પુષ્કળ દાન મળ્યું છે. શિરડીમાં થઇ રહેલા ઉત્સવ અને સતત રજા દરમિયાન ચાર કરોડ રૂપિયાનું દાન જમા થાય છે.
4/4
શિરડીઃ શિરડી સાંઇ મંદિરની સ્થાપનાને આજે 90 વર્ષ પૂર્ણ થયા છે. અગાઉ શિરડી સંસ્થાનની કમાણી 2100 રૂપિયા હતી પરંતુ હવે શિરડી સંસ્થાનની આવકમાં જંગી વધારો થયો છે. જીવનભર ફકીર જેવું જીવન જીવનારા સાંઇબાબા સામે રાખવામાં આવેલી દાન પેટી હવે માત્ર ભરીભરીને વહી રહી છે.