મુંબઈ: શિવસેનાએ સોમવારે ભાજપના એ દાવાની મજાક ઉડાવી કે તેઓ લોકસભા ચૂંટણી 2019માં મહારાષ્ટ્રમાં 48માંથી 43 લોકસભા બેઠકો પર જીત મેળવશે. શિવસેનાએ દાવો કર્યો છે રાજ્યની સ્થિતિ ખરાબ થતી જાય છે. શિવસેનાએ સવાલ કર્યો છે કે ભાજપ શાસિત રાજ્યોમાં ઘણી સમસ્યાઓ અને ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન પર વાતચીત નથી થઈ છતા પાર્ટી આટલી બેઠકો પર જીત મેળવવાનું કઈ રીતે વિચારી શકે છે.
2/4
શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીયમાં સોનવારે દાવો કર્યો કે રાજ્ય હાલના સમયે ઘણા મુદ્દાઓથી ઘેરાયુલું છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપ સરકારે અહમદનગરમાં ખેડૂતોની દિકરીઓનું આંદોલન તોડવાનો પ્રયાસ કર્યો, ડુંગળીની ખેતી કરતા અને દૂધ ઉત્પાદન કરતા લોકોને પૂરતા પૈસા નથી મળી રહ્યા, શિક્ષકો સરકારી શાળાઓમાં 24000 ખાલી જગ્યાઓ પૂરવાની માંગ કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે આ કોઈ મુદ્દાઓનું સમાઘાન નથી પરંતુ તેમને રાજ્યમાં 43 લોકસભા બેઠકો જીતવાનો વિશ્વાસ છે. સામનામાં કહેવામાં આવ્યું છે કે રાજકારણને જનતાના મુદ્દાઓ કરતા વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે.
3/4
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર સૌથી વધારે લોકસભાની બેઠક ધરાવતું રાજ્ય છે. હાલ શિવસેના કેન્દ્રની બીજેપીના વડપણ હેઠળના એનડીએ સાથે જોડાયેલી છે. જોકે, ગયા વર્ષે શિવસેનાએ જાહેરાત કરી છે કે તે આગામી તમામ ચૂંટણી એકલા હાથે જ લડશે. જોકે, ભાજપને હજુ પણ આશા છે કે ચૂંટણી પહેલા શિવસેના સાથે તમામ મુદ્દાઓ પર સમાધાન આવી જશે.
4/4
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીર અને પ્રદેશ ભાજપ પ્રમખ રાવસાહેબ દાનવેએ શનિવારે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં 2014માં જીતેલી બેઠકો કરતા એક બેઠક વધારે જીતશે.