આ લિસ્ટમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ 91 રેન્કિંગ સાથે છેલ્લા નંબર પર છે. તેનો સ્કોર 22 છે. જ્યારે તેની પહેલા 90 રેન્કિંગ સાથે પાકિસ્તાન અને ઈરાક સંયુક્ત નંબર પર છે.
2/4
નવી દિલ્હીઃ વિદેશ પ્રવાસ માટે સૌપ્રથમ પાસપોર્ટની જરૂર પડતી હોય છે. ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. વીઝા ફ્રી સ્કોરના આધારે પાસપોર્ટ રેન્કિંગ આપવામાં આવે છે. સિંગાપોરના પાસપોર્ટને 173 દેશોમાં વીઝા ફ્રી એક્સેસ મળે છે.
3/4
આ લિસ્ટમાં ભારત 66માં ક્રમે છે. ગત વર્ષે આ લિસ્ટમાં ભારત 75માં નંબર પર હતું. જેથી આ વર્ષે ભારતના રેન્કિંગમાં 9 પોઇન્ટનો સુધારો થયો છે. ભારતીય પાસપોર્ટધારકને 66 દેશમાં વીઝા ફ્રી એક્સેસ મળે છે.
4/4
ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં વર્ષોથી યુરોપીય દેશોનો દબદબો હતો, પરંતુ ગયા વર્ષે સિંગાપોર પાસપોર્ટે તમામને પાછળ રાખી નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત આ વર્ષે પણ સિંગાપોર પાસપોર્ટ સૌથી શક્તિશાળી સાબિત થયો છે.