આ અગાઉ જુલાઈ 2016માં યુનિવર્સિટીમાં તંગદિલીના વિવાદને કારણે સ્મૃતિ પાસેથી માનવ સંશાધન વિકાસ મંત્રાલય લઈ લેવાયું હતું. વેંકયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ બનતા આ મંત્રાલય જુલાઈ 2017માં સ્મૃતિને અપાયું હતું.
2/5
આ પહેલા સ્મૃતિ ઇરાનીએ ફેક ન્યૂઝ અંગે પીઆઈબીની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કરાઈ હતી. પીએમઓએ 24 કલાકમાં જ આ નિર્ણય બદલી કાઢ્યો હતો. ત્રીજો વિવાદ ચૂંટણી અગાઉ મોટી સંખ્યામાં ભારતીય માહિતી સેવાના અધિકારીઓની મોટાપાયે બદલીને લગતો છે. આથી અધિકારીઓમાં ઘણી નારાજગી હતી.
3/5
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ભવને પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે મંત્રાલયને આ અંગે જાણ કરાઈ હતી કે રાષ્ટ્રપતિ માત્ર 1 કલાક રોકાશે. વિજેતાઓને છેલ્લી ઘડીએ આ જાણ કરાય આથી તેમને એવું લાગ્યું કે તેમને અંધારામાં રખાયા છે. રાષ્ટ્રપતિએ આ નારાજગી પીએમઓ સમક્ષ રજૂ કરી હતી. બીજો વિવાદ મીડિયા કંટ્રોલને લગતો છે.
4/5
નવી દિલ્હીઃ મોદી સરકારે માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની પાસેથી વધુ એક મંત્રાલય છીનવી લીધું છે. હવે તેની પાસે માત્ર કાપડ મંત્રાલય રહેશે. જ્યારે રાજ્યવર્ધન રાઠોરને નવા માહિતી પસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, માહિતી પ્રસારણ મંત્રાલયથી હટાવવામાં આવેલ સ્મૃતિ ઇરાની હાલમાં જ અનેક વિવાદોને કારણે ચર્ચામાં હતી. કહેવાય છે કે, આ વિવાદને કારણે જ મહત્ત્વપૂર્ણ મંત્રાલયથી હટાવવામાં આવ્યા છે.
5/5
ઉલ્લેખનયી છે સ્મૃતિ ઇરાની સાથે જે વિવાદો થયા છે તેમાં 3 મુખ્ય વિવાદ રહ્યા છે. પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભનો 70થી વધુ વિજેતાઓએ વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિના હાથે માત્ર 11ને એવોર્ડ અપાવાયા તેની સામે નારાજગી હતી.