શોધખોળ કરો
રાહુલ ગાંધી બાદ સોનિયા ગાંધીએ પણ મોદીના આ મંત્રીના કામની કરી પ્રશંસા, જાણો વિગત
1/4

નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કેંદ્રીય મંત્રીના કામની પ્રશંસા કરી હતી. લોકસભામાં ગુરૂવારે ભારતમાલા પરિયોજનાથી જોડાયેલા સવાલ દરમિયાન કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીના કામની પ્રશંસા કરવામાં આવી અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ દરમિયાન પાટલી પર હાથ થપથપાવી પોતાનું સમર્થન આપ્યું હતું.
2/4

તેમણે લોકસભા અધ્યક્ષને કહ્યું, અધ્યક્ષ મહોદયા તમે એક વખત જઈને જુઓ કે ગંગા માટે પણ કેટલું કામ થયું છે. તેના પર અધ્યક્ષ મહાજને કહ્યું કામ થયું છે અને અમારા આર્શીવાદ તમારી સાથે છે. મંત્રીના જવાબ બાદ ભાજપના ગણેશ સિંહે લોકસભા અધ્યક્ષને અનુરોધ કર્યો કે ગડકરીએ દેશમાં એટલું કામ કર્યું છે કે તેમના માટે સંસદમાં ધન્યવાદ પ્રસ્તાવ પાસ કરવો જોઈએ. આ દરમિયાન ભાજપના સભ્યોએ પાટલી પર હાથ થપથપાવી ગડકરીની પ્રશંસા કરી યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સદનમાં કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય કેટલાક વિપક્ષી સદસ્યોએ પણ પાટલી થપથપાવી પોતાનું સમર્થન આપ્યું હતું.
Published at : 07 Feb 2019 04:22 PM (IST)
View More





















