અયોધ્યા વિવાદ પર સુનાવણી પૂર્ણ , સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો

Background
નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ થઇ રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી. આ બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.
Arguments conclude in the #AyodhyaCase , Supreme Court reserves the order. pic.twitter.com/74JQXGj7r7
— ANI (@ANI) October 16, 2019
અયોધ્યા વિવાદની સુનાવણી નક્કી સમય કરતા એક કલાક અગાઉ પૂર્ણ થઇ ગઇ છે. 23 દિવસ બાદ આ કેસમાં ચુકાદો આવશે. તમામ પક્ષોએ કોર્ટમાં આજે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. મંગળવારે જ ચીફ જસ્ટિસે તમામ પક્ષોને આજે દલીલ ખત્મ કરતા કહ્યુ હતું. આજે અનેક પક્ષોએ વધુ દલીલ માટે વધારે સમયની માંગ કરી હતી જેને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ફગાવી હતી.





















