નેશનલ હેરાલ્ડમાં છપાયેલા સર્વે એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે કોંગ્રેસ વિધારધારા સમર્થિત અખબાર છે આ સર્વે જૂથોમાંથી વહેંચાયેલા કોંગ્રેસી નેતાઓ માટે ચેતવણી છે. જો હજી પણ તેઓ એક ના થયા તો તમામ સત્તાથી દૂર થઈ જશે.
2/5
જો કોંગ્રેસ એકલું ચૂંટણી લડશે તો તેને માત્ર 73 સીટો જ મળી શકશે. સર્વે એવું પણ કહે છે કે મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ અને પીએમ મોદીની લોકપ્રિયતા હજી પણ છે.
3/5
નેશનલ હેરાલ્ડની વેબસાઈટ પર પ્રકાશિત ચૂંટણી પર્વ સર્વેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, જો કોંગ્રેસને બીએસપીની સાથે ગઠબંધન ન થયું તો રાજ્યમાં ચોથી વખત પણ 147 સીટોની સાથે બીજેપીની સરકાર બનશે. જો ગઠબંધન થયું તો પણ બીજેપીની સરકાર બનવાનું નક્કી જ છે. સ્પિક મીડિયા નેટવર્કના સર્વે પ્રમાણે, ગઠબંધનમાં વિધાનસભાની 230 સીટોમાંથી બીજેપીને 126 સીટો મળશે જ્યારે બહુમત માટે 115 સીટો જોઈએ છે.
4/5
આ સર્વે પ્રમાણે, મધ્યપ્રદેશમાં જો કોંગ્રેસ અને બીએસપીની વચ્ચે ગઠબંધન ન થયું તો બીજેપીને તેનો સીધો લાભ મળશે અને ભાજપને 147 સીટો મળી રહી છે. કોંગ્રેસને માત્ર 73 સીટો મળી રહી છે અને બસપાના ખાતામાં માત્ર 10 સીટો આવશે. જો કોંગ્રેસ-બીએસપી ગઠબંધન થાય તો પણ બીજેપીના ફાળે 126 સીટો જીતી શકશે અને કોંગ્રેસ-બીએસપી ગઠબંધન 103 સીટ જ હાસલ કરી શકશે. એટલે બન્ને પરિસ્થિતિમાં સરકાર તો બીજેપીની જ બનતી નજરે પડશે.
5/5
નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવનાની છે. જોકે નેશનલ હેરાલ્ડ ઈન્ડિયા ડોટ કોમનું માનીએ તો મધ્યપ્રદેશમાં ફરીથી બીજેપીની સરકાર બનવા જઈ રહી છે. જો એવું થયું તો રાજ્યમાં પાર્ટીની આ સતત ચોથી ઈનિંગ હશે. હેરાલ્ડે આ અહેવાલ એક સર્વે રિપોર્ટના આધારે છાપ્યા છે. મધ્યપ્રદેશની પરિસ્થિતિનો ચૂંટણી સર્વે સ્પીક મીડિયા નેટવર્કે કર્યો છે. સર્વેમાં બીજેપીને સ્પષ્ટ બહુમત મળતી જોવા મળી રહી છે.